Jesus Hindi

ઊત્પત્તિ 20 (1-18)

 

ઊત્પત્તિ 20

 

1 ઇબ્રાહિમ મુસાફરી કરતાનેગેબ દેશતરફ જઈનેકાદેશ તથાશૂરની વચ્ચેરહ્યો. તેણેગેરારમાં વિદેશી તરીકેવસવાટ કર્યો.

 

2 ઇબ્રાહિમે પોતાની પત્નીસારા વિષેકહ્યું, “તે મારીબહેન છે.” તેથી ગેરારના રાજાઅબીમેલેખે માણસોમોકલીને સારાને બોલાવી લીધી.

 

3 પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, “તુંપોતાને મરણપામેલો જાણજે, કેમ કેજે સ્ત્રીને તેંપચાવી પાડીછે, તેએક પુરુષની પત્નીછે.”


4 હવે અબીમેલેખ તેનીપાસે ગયો હતોઅને તેણેકહ્યું, “પ્રભુ, શુંતમે ન્યાયી લોકોનો પણનાશ કરશો?

 

5 શું ઇબ્રાહિમે પોતે મનેકહ્યું હતું કે, ‘તે મારીબહેન છે?’ વળી તેસ્ત્રીએ પોતેપણ કહ્યું હતુંકે, ‘તેમારો ભાઈછે.’ મેંમારા સાચાહૃદયથી તથાનિર્દોષ હાથથી કામકર્યું છે.”

 

6 પછી ઈશ્વરે સ્વપ્નમાં તેનેકહ્યું, “હા, હુંજાણું છુંકે તેંતારા સાચાહૃદયથી કામ કર્યું છેઅને મેંપણ તનેમારી વિરુદ્ધ અપરાધકરવાથી અટકાવ્યો છે. તેથી મેંતને તેનેસ્પર્શવા માટેપરવાનગી આપીનહિ.

 

7 તેથી, તેમાણસની પત્નીને તુંપાછી આપ. કેમ કેતે પ્રબોધક છે. તે તારામાટે પ્રાર્થના કરશેઅને તુંજીવશે. પણજો તુંતેને પાછીનહિ આપે, તો જાણજેકે તુંતથા તારાસર્વ લોકોનિશ્ચે મરણપામશો.”

 

8 અબીમેલેખે વહેલીસવારે ઊઠીનેપોતાના સર્વચાકરોને બોલાવ્યા. તેણેતેઓને સર્વ બાબતોકહી સંભળાવી અનેતે માણસોઘણાં ગભરાયા.

 

9 પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, “તેં અમનેશું કર્યું છે? મેં તારોશો અપરાધકર્યો છેકે, તુંમારા પરતથા મારારાજ્ય પરમોટું પાપલાવ્યો છે? જે કામકરવા યોગ્ય હતુંતે તેંમારા પ્રત્યે કર્યું છે.”


 

10 અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તનેઆવું કરવાકોણે પ્રેરણા આપી?”

 

11 ઇબ્રાહિમે કહ્યું, “કેમકે મનેલાગ્યું, ‘નિશ્ચે જગ્યાએ ઈશ્વરનો ભયરખાતો નથીઅને તેઓમારી પત્નીના લીધેમને મારીનાખશે, એવુંસમજીને મેંએમ કર્યું.’

 

12 એક રીતે, તે મારીબહેન છે, સાચુંછે, એટલેતે મારાપિતાની દીકરીછે, પણમારી માતાની દીકરીનથી; અનેતે મારીપત્ની થઈ.

 

13 જયારે ઈશ્વરે મનેમારા પિતાનું ઘરછોડવાનું અનેએક જગ્યાએથી બીજીજગ્યાએ મુસાફરી કરવાનું જણાવ્યું, ત્યારે મેંતેને કહ્યું, ‘મારીપત્ની તરીકેતું મનેવિશ્વાસુ રહેજે: જે સ્થળેઆપણે જઈએત્યાં તુંમારા વિષેકહેજે, “ મારોભાઈ છે.”‘”

 

14 પછી અબીમેલેખે ઇબ્રાહિમને ઘેટાં, બળદો, દાસોતથા દાસીઓઆપ્યાં અનેતેણે તેનીપત્ની સારાપણ તેનેપાછી આપી.

 

15 અબીમેલેખે કહ્યું, “જો, મારો દેશતારી આગળછે. જ્યાંતને યોગ્યલાગે ત્યાંરહે.”

 

16 સારાને પણતેણે કહ્યું, “જો, મેં તારાભાઈને હજારચાંદીના સિક્કા આપ્યાં છે. તે તારીસાથેના સર્વની આંખોઆગળ તારેમાટે પડદારૂપ છેઅને દરેકવ્યક્તિની આગળ, તું સંપૂર્ણપણે સાચીઠરી છે.”


 

17 પછી ઇબ્રાહિમે ઈશ્વરને પ્રાર્થના કરીકે તેઓઅબીમેલેખને, તેનીપત્નીને તથાતેની દાસીઓને સાજાકરે કેજેથી તેઓબાળકોને જન્મઆપી શકે.

 

18 કેમ કેઇબ્રાહિમની પત્નીસારાને કારણેઈશ્વરે અબીમેલેખના ઘરમાંની તમામસ્ત્રીઓનાં ગર્ભસ્થાન બંધકર્યાં હતાં.

 

Leave a Comment