ઊત્પત્તિ 21
1 ઈશ્વરે જેમ કહ્યું હતુંતેમ સારા પરતેમણે કૃપાદ્રષ્ટિ કરીઅને ઈશ્વરે જેવચન સારાને આપ્યું હતુંતે પ્રમાણે તેમણેકર્યું.
2 સારા ગર્ભવતી થઈઅને ઇબ્રાહિમને સારુતેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેનેકહ્યું હતું, તેમનક્કી કરેલ સમયેતેણે દીકરાને જન્મઆપ્યો.
3 ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામઇસહાક રાખ્યું.
4 ઈશ્વરે ઇબ્રાહિમને આપેલીઆજ્ઞા અનુસાર તેણેપોતાનો દીકરો ઇસહાકઆઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરી.
5 જયારે તેનો દીકરોઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સોવર્ષનો હતો.
6 સારાએ કહ્યું, “ઈશ્વરે મનેહસાવી છે; દરેકજે આ વાતસાંભળશે તેઓ મારીસાથે હસશે.”
7 તેણે એમ પણકહ્યું, “ઇબ્રાહિમને કોણકહેશે કે સારાછોકરાંને પોતાનું દૂધપીવડાવશે? તેની વૃદ્ધાવસ્થામાં પણમેં તેના માટેએક દીકરાને જન્મઆપ્યો છે!”
8 તે બાળક મોટોથયો અને તેનેદૂધ છોડાવવામાં આવ્યું. ઇસહાકે જયારેદૂધ છોડ્યું તેદિવસે ઇબ્રાહિમે મોટીમિજબાની કરી.
9 પણ હાગાર મિસરીના દ્વારા ઇબ્રાહિમને જેદીકરો થયો હતોતેને સારાએ મશ્કરી કરતોજોયો.
10 તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આદાસી તથા તેનાદીકરાને કાઢી મૂક: કેમ કે આદાસીનો દીકરો મારાદીકરા ઇસહાકની સાથેવારસનો ભાગીદાર થશેનહિ.”
11 આ વાત ઇબ્રાહિમને પોતાના દીકરાને લીધેઘણી દુઃખદાયક લાગી.
12 પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “આબાળક તથા તારીદાસીને લીધે તુંઉદાસ થઈશ નહિ. આ બાબત વિશેજે સર્વ સારાએતને કહ્યું છે, તે સાંભળ, કેમકે તારો વંશઇસહાકથી ગણાશે.
13 વળી તારી દાસીના દીકરાથી પણહું એક દેશજાતિ ઉત્પન્ન કરીશ. કેમ કે તેપણ તારું સંતાનછે.”
14 ઇબ્રાહિમ વહેલી સવારેઊઠ્યો. તેણે રોટલીતથા પાણી ભરેલું એકપાત્ર લઈને હાગારના ખભાપર મૂક્યું. છોકરોતેને સોંપીને તેઓનેવિદાય કર્યાં. હાગારત્યાંથી નીકળીને બેર–શેબાના અરણ્યમાં ભટકતીફરી.
15 રસ્તામાં પાત્રમાંનુ પાણીપૂરું થઈ ગયુંત્યારે તેણે છોકરાંને એકઝાડ નીચે મૂક્યો.
16 પછી તે મીટરજેટલે અંતરે દૂરજઈને બેઠી, કેમકે તેણે કહ્યું, “છોકરાનું મરણહું કેવી રીતેજોઈ શકું?” બાળકની સામેબેસીને હાગારે ઊંચાઅવાજે રુદન કર્યું.
17 ઈશ્વરે છોકરાનો અવાજસાંભળ્યો. ઈશ્વરના દૂતેઆકાશમાંથી હાગારને હાંકમારીને કહ્યું, “હાગાર, તને શું થયુંછે? ગભરાઈશ નહિ, કેમ કે છોકરોજ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનોઅવાજ સાંભળ્યો છે.
18 ઊઠ, છોકરાંને તારાહાથમાં ઊંચકી લે; કેમ કે ઈશ્વરતેનાથી એક મોટીદેશજાતિ ઉત્પન્ન કરવાનો છે.
19 પછી ઈશ્વરે તેનીઆંખો ઊઘાડી અનેતેણે પાણીનો એકકૂવો જોયો. ત્યાંજઈને તેણે પાણીનું પાત્રભર્યું અને છોકરાંને પાણીપીવાને આપ્યું.
20 ઈશ્વર તે છોકરાસાથે હતા અનેતે મોટો થયો. અરણ્યમાં રહીને તેધનુર્ધારી થયો.