Jesus Hindi

ઊત્પત્તિ 4 (1-26)

ઊત્પત્તિ 4


1 આદમેપોતાનીપત્નીહવાનેજાણીઅનેતેગર્ભવતીથઈઅનેતેણેપુત્રકાઈનનેજન્મઆપ્યો. તેણેકહ્યું, “ઈશ્વરનીકૃપાથીમનેદીકરોજન્મ્યોછે.”

 

2 પછીતેણેબીજાપુત્રહાબેલનેજન્મઆપ્યો. બન્નેભાઈઓમાંનોહાબેલઘેટાંપાળકહતોઅનેકાઈનખેડૂતહતો.


3 આગળજતાએમથયુંકેકાઈનઈશ્વરનેમાટેભૂમિનાંફળમાંથીકંઈકઅર્પણલાવ્યો.

 

4 હાબેલપોતાનાંઘેટાંબકરાંમાંનાં પ્રથમજન્મેલાંતથાઉત્તમઅર્પણોલાવ્યો. ઈશ્વરેહાબેલનેતથાતેનાઅર્પણનેમાન્યકર્યાં,

 

5 પણકાઈનનેતથાતેનાઅર્પણનેઅમાન્યકર્યાં. તેથીકાઈનઘણોગુસ્સેથયોઅનેતેનુંમોંઊતરીગયું.


6 યહોવાહેકાઈનનેકહ્યુંકે, “તનેશામાટેગુસ્સોઆવ્યોછેઅનેતારુંમોંઊતરીગયુંછે?



 

7 જેસારુંછેતેતુંકરે, તોશુંતુંમાન્યનહિથશે? પણજેસારુંછેતેતુંનહિકરે, તોપાપતારેદ્વારેરહેછેઅનેતેતેનીતરફતારુંઆકર્ષણકરશે, પણતુંતેનાપરજીતમેળવીશકીશ.”


8 કાઈનેપોતાનાભાઈહાબેલનેકહ્યુંકે, “ચાલ, આપણેખેતરમાંજઈએ.” તેઓખેતરમાંગયા, ત્યારેત્યાંકાઈનેપોતાનાભાઈહાબેલવિરુદ્ધઊઠીનેતેનેમારીનાખ્યો.


9 પછીઈશ્વરેકાઈનનેકહ્યું, “તારોભાઈહાબેલક્યાંછે?” તેણેકહ્યું, “હુંજાણતોનથી? શુંહુંમારાભાઈનોરખેવાળછું?”


10 ઈશ્વરેકહ્યું, “ તેંશુંકર્યુંછે? તારાભાઈનુંલોહીભૂમિમાંથીમનેહાંકમારેછે.

 

11 હવેતારાભાઈનુંલોહીતારાહાથથીલેવાનેજેભૂમિએપોતાનુંમુખઉઘાડ્યુંછે, તેથીતુંશાપિતથયોછે.

 

12 તુંગમેતેટલીમહેનતથીભૂમિનેખેડશે, પણતેપોતાનાંફળતનેઆપશેનહિ. તુંપૃથ્વીપરનિરાશ્રિતનીમાફકઅહીંતહીંભટકતોરહેશે.”

Read more

ઊત્પત્તિ 2 (1-25)

ઊત્પત્તિ 2


1. આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સજીવોનું સર્જન પૂર્ણ થયું.

 


2. ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો.

 


3. ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.



4. આ આકાશ તથા પૃથ્વીના સર્જન સંબંધિત વૃત્તાંત છે; જયારે પ્રભુ ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં,

5.ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે પ્રભુ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું.


 

6. પણ પૃથ્વી પર ઝાકળ પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.



7. પ્રભુ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું.

 



8. પ્રભુ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું.



9. યહોવા ઈશ્વરે ભૂ
મિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.


 

10. વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ.



11. પહેલીનું નામ પીશોન છે; જેનો પ્રવાહ આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું છે.

 


12. તે દેશનું સોનું સારું છે. ત્યાં બદોલાખ તથા અકીક પાષાણ પણ છે.



13. બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ દેશને ઘેરે છે.

 

14. ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ છે. તેનો પ્રવાહ આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ ફ્રાત છે.



15. યહોવા ઈશ્વરે તે માણસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો.